મોરબી શનાળા રોડ રામજી મંદિર ખાતે રામકથાનું શ્રવણ કરતા હજારો શ્રદ્ધાળુઓ

- text


કથાના બીજા દિવસે સંતો અને મહાનુભાવોનું સન્માન

મોરબી: મોરબીના આંગણે શનાળા રોડ પર આવેલા શ્રી રામજી મંદિર ખાતે શ્રી રામચરિત માનસ નવાહ પારાયણ પ્રેમયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે ચૈત્રી નવરાત્રીના પ્રારંભે જ આ કથાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે આજે કથાના બીજા દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું. આ ઉપરાંત આજરોજ વિવિધ સંતો અને મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

શનાળા રોડ પરના શ્રી રામજી મંદિર ખાતે વિશ્વશાંતિ તથા જનકલ્યાણ અર્થે શ્રી રામજી મંદિર વાડી વિસ્તારના સહયોગથી શ્રી રામ ચરિત માનસ નવાહ પારાયણ પ્રેમયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈ કાલ તારીખ 2 એપ્રિલ થી શરૂ થયેલ રામકથા 10 એપ્રિલ સુધી ચાલશે. ત્યારે દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 જાણીતા કથાકાર દિનેશબાપુ (કેરાળી વાળા) વ્યાસપીઠ પર બિરાજી ભાવિકોને કથાનું અમૃત રસપાન કરાવી રહ્યા છે.

- text

આજરોજ કથાના બીજા દિવસે આમંત્રિત સંતો-મહંતો અને મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી રામજી મંદિરના પાયાના પુજારી કુંવરદાસ બાપુ, શ્રી રામ રોટી આશ્રમ દ્વારકાના મહંત શ્રી જયંતીરામ ભકત પધાર્યા હતા. જ્યારે મહેમાનોમાં મોરબી નગરપાલિકા પ્રમુખના પતિ અને મોરબી જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ કે. કે. પરમાર સાહેબ, મોરબી શહેર ભાજપ મહામંત્રી તેમજ મોરબી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ભાવેશભાઈ કંઝારિયા, સતવારા સહકાર મંડળ અને જૂનાગઢ સતવારા જ્ઞાતિ આશ્રમ ટ્રસ્ટના પ્રમુખ મેરૂભાઈ કંઝારિયા ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ સંતો અને મહાનુભાવોનું આયોજકોએ સ્વાગત સન્માન કર્યું હતું.

- text