ટંકારામાં કાલે શનિવારે અખંડ રામનામ ધૂન મહાયજ્ઞનો પ્રારંભ

- text


વિવિધ ગામની ધૂન મંડળી રામધૂનમાં સેવા આપશે

ટંકારા : ખોડિયાર ગૌ-શાળાના લાભાર્થે આવતીકાલથી અખંડ રામનામ ધૂન મહાયજ્ઞનો પ્રારંભ થશે.આ અખંડ રામનામ ધૂન મહાયજ્ઞમાં આવનાર દરેક ભાઈ-બહેનો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.અખંડ રામનામ ધૂન મહાયજ્ઞમાં વિવિધ ગામની ધૂન મંડળી સેવા આપશે.

સનાતન આશ્રમ : ધુનાવાળી ખોડિયાર માતાજી મંદિરના લાભાર્થે આવતીકાલ તા.2ને શનિવારના રોજ જબલપુર પાટિયા સામે,દેવકુંવર સ્કૂલની બાજુમાં,રાજકોટ-મોરબી હાઇવે ટંકારા ખાતે ચૈત્રી નવરાત્રી નિમિતે 9 દિવસ અખંડ રામધૂન સંકિર્તન મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે.સંકિર્તનનો પ્રારંભતા.2ને શનિવારના રોજ સવારે 10:30 કલાકે થશે અને તા.11ને સવારે 10:30 કલાકે પુર્ણાહુતી થશે.મહાપ્રસાદ રોજ બપોરે 11 કલાકે અને રાત્રે 8 કલાકે રખાયો છે.મુખ્ય યજમાન તરીકે મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજયભાઇ લોરિયા ઉપસ્થિત રહેશે.

- text

તા.2ને શનિવારના રોજ વાઘગઢની મંડળી,તા.3ને રવિવારના રોજ નેસડા(સુ)ની મંડળી,તા.4ને સોમવારના રોજ જીવાપરની મંડળી,તા.5ને મંગળવારના રોજ ટંકારાની મંડળી,તા.6ને બુધવારના રોજ નાના ખીજડીયાની મંડળી,તા.7ને ગુરુવારના રોજ હરબટિયાળી અને હરીપરની મંડળી,તા.8ને શુક્રવારના રોજ ઓટાળાની મંડળી,તા.9ને શનિવારના રોજ હીરાપરની મંડળી,તા.10ને રવિવારના રોજ જબલપુરની મંડળી અને તા.11ને સોમવારના રોજ મોરબીની મંડળી અખંડ રામનામ ધૂન મહાયજ્ઞના સેવા આપશે.

- text