‘RRR’ ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાઈ : 7 દિવસમાં 700 કરોડની બમ્પર કમાણી

- text


વિશ્વસ્તરે ‘RRR’ ફિલ્મે 6 દિવસમાં 652 કરોડનું કલેક્શન અને સાતમાં દિવસે 37.30 કરોડની કમાણી કરી

મોરબી : ‘RRR’ ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. ફિલ્મે 7 દિવસમાં 700 કરોડની બમ્પર કમાણી કરી ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને પણ પાછળ છોડી દીધી છે. આ સાથે વિશ્વસ્તરે ‘RRR’ ફિલ્મે 6 દિવસમાં 652 કરોડનું કલેક્શન અને સાતમાં દિવસે 37.30 કરોડની કમાણી કરી છે.

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની 25 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ ‘RRR’ હાલ સિનેમાઘરમાં ધૂમ મચાવી રહી છે. જુનિયર NTR અને રામ ચરણ સ્ટારર ‘RRR’ ફિલ્મે માત્ર એક સપ્તાહમાં જ 700 કરોડની કમાણી કરી છે. ફિલ્મના હિન્દી વર્ઝને જ 131.50 કરોડનો બિઝનેસ કર્યો છે. ‘RRR’ રિલીઝ થયાના સાતમાં દિવસે 11.50 કરોડની કમાણી કરી હતી. ‘RRR’ ફિલ્મે ‘બાહુબલી’નો પણ રેકોર્ડ પણ તોડ્યો છે.

- text

વિશ્વસ્તરે વાત કરીએ તો ‘RRR’ ફિલ્મે 6 દિવસમાં 652 કરોડનું કલેક્શન કર્યું છે અને સાતમાં દિવસે ફિલ્મે 37.30 કરોડની કમાણી કરી છે. આમ, ‘RRR’ ફિલ્મે સ્વાભાવિકપણે દક્ષિણ ભારતમાં તો સનસની મચાવી જ છે. સાથે-સાથે આ ફિલ્મના હિન્દી વર્ઝને દિલ્લી, ઉત્તરપ્રદેશ, બિહારમાં સૌથી વધુ કમાણી કરી છે.

- text