ભારત ઓમાન રિફાઇનરીસ લી. દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

- text


SMP હાઈસ્કૂલમાં સ્માર્ટ ક્લાસનું ઉદ્ધાટન, ગ્રામ પંચાયતમાં સોલાર LED સ્ટ્રીટલાઇટ તથા કલાવડી શાળામાં ઓર.ઓ. અને વોટર કુલરનું અનુદાન કરાયું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલ દેશની નામાંકિત BPCLની પેટા કંપની ભારત ઓમાન રિફાઇનરી લિમિટેડ (BORL) દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિલીટી (સી.એસ.આર.) પ્રવૃત્તિ હેઠળ સિંધાવદર ગામની એસ.એમ.પી. હાઈસ્કૂલ ખાતે ક્લાસ રૂમના લોકાર્પણ તેમજ ગ્રામ પંચાયતમાં સોલાર એલ.ઈ.ડી. સ્ટ્રીટલાઇટ અને કલાવડી પ્રાથમિક શાળામાં ઓર.ઓ. અને વોટર કુલરના અનુદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વાંકાનેરની ભારત ઓમાન રિફાઇનરીસ કંપની દ્વારા સી.એસ.આર. (કોર્પોરેટ સોસીયલ રિસપોન્સબિલિટી) પ્રવૃત્તિ હેઠળ SMP હાઈસ્કૂલમાં સ્માર્ટ ક્લાસ રૂમ ડેવલપ કરાયો છે. જેમાં પ્રોજેક્ટર, યુપીએસ બેકઅપ સાથેનું કોમ્પ્યુટર, ડિજીટલ સ્ટડી મટીરીયલ, ક્લાસ રૂમમાં વોટિંગ બોર્ડ સહિત 60 ખુરશી ધરાવતા સંપૂર્ણ ડિજીટલ ક્લાસ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, કંપની દ્વારા સિંધાવદર/વિડી ભોજપરા સંયુક્ત ગ્રામ પંચાયતમાં ગ્રામજનોની સુવિધા માટે 20 સોલાર એલ.ઈ.ડી. સ્ટ્રીટલાઇટ ડોનેટ અને કલાવડી પ્રાથમિક શાળામાં બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ઓર.ઓ. અને વોટર કુલર ડોનેટ કરવામાં આવ્યું હતું.

- text

સિંધાવદર ખાતે એસ.એમ.પી. હાઈસ્કૂલમાં યોજાયેલ કંપનીની સી.એસ.આર. પ્રવૃત્તિઓના આ કાર્યક્રમમાં સિનિયર મેનેજર સુબ્રત બહેરાએ રિફાઈનરી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ રિફાઈનરી આ રીતે સહકાર આપતી રહેશે.

ઉદ્ઘાટન સમારોહમાં વાંકાનેર પ્રાંત અધિકારી શિરેસીયા, મામલતદાર, નાયબ મામલતદાર, પી.એસ.આઈ., ટી.ડી.ઓ., રિફાઈનરીના જોઈન્ટ વાઈસ પ્રેસિડેન્ટ પી.એ.શનવારે, જનરલ મેનેજર સુનિલ કાંબલે સહીત કંપનીના અધિકારીઓ અને ગામના જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા અને કંપનીની કામગીરીને બિરદાવી હતી.

આમ, કંપની દ્વારા હાઈસ્કૂલમાં સંપૂર્ણ ડિજીટલ ક્લાસ રૂમ સાથે સિંધાવદર ગ્રામ પંચાયતને સોલાર સ્ટ્રીટ લાઇટ અને કલાવડી પ્રા. શાળામાં આર.ઓ. વોટર કુલર ડોનેટ કરાયું હતું.

- text