સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં પ્રથમ બે કલાકમાં 11 ટકા જેટલું મતદાન નોંધાયું

- text


મતદારોમાં ભારે ઉત્સાહ દેખાયો

મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનો ઉત્સાહ દેખાય રહ્યો છે. મોરબી જિલ્લામાં અમુક જગ્યાએ EVM મશીનોમાં ખામી સર્જાઈ હતી જેને તુરંત જ બદલી નાખવામાં આવ્યા હતા.

જ્યારે સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ મતદાનની ટકાવારીનાં આંકડા જોઈએ તો મોરબી વિધાન સભામાં 10.40 ટકા, વાંકાનેર વિધાનસભામાં 11.78 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 11.65 ટકા મતદાન નોંધાયું છે.

- text

- text