મોરબી : 80 વર્ષે દંપતીએ મતદાનની પવિત્ર ફરજ નિભાવી અન્યને મતદાન કરવા કરી અપીલ

- text


મોરબી : લોકસભાની ચૂંટણી અન્વયે યોજાઇ રહેલા મતદાનમાં મોરબી જિલ્લામાં યુવાથી માંડીને વરિષ્ઠ નાગરિકોમાં પણ ઉત્સવનો માહોલ દેખાઈ રહ્યો છે. લોકો હોંશે હોંશે મતદાન કરી મતદારની પવિત્ર ફરજ અદા કરી રહ્યા છે. ત્યારે મોરબીમાં વરિષ્ઠ પતિ પત્ની હસમુખભાઈ માધાણી તેમજ હંસાબેન માધાણીએ મતદાન કર્યું હતું.

લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરી વરિષ્ઠ મતદાર હસમુખભાઈ માધાણીએ જણાવ્યું હતું. હું બેંકમાંથી રીટાયર્ડ કર્મચારી છું હું અને મારા પત્ની આજે અહીં મતદાન કરવા આવ્યા છીએ. મારી ઉંમર 83 વર્ષ છે અને મારા પત્નીની ઉંમર 79 વર્ષ છે અમે સવારમાં વહેલા આવી સૌથી પહેલું કામ મતદાન કરવાનું કર્યું છે. લોકશાહી માટે મતદાન કરવું ખૂબ જરૂરી છે સૌને પ્રાર્થના કરું છું કે લોકશાહી માટે જરૂર જરૂરથી મતદાન કરજો.

- text

મોરબીના નાગરિકો મતદાન માટે જાગૃત છે. કોઈ વરિષ્ઠ મતદાર લાકડી ના ટેકે તો કોઈ સાથીદારના ટેકે સવારમાં મતદાન કરી લોકશાહીની ફરજ બજાવી રહ્યા છે.

- text