મોરબીના વીરપર ગામે પ્રથમ બે કલાકમાં 20% જેટલું મતદાન

- text


મોરબી : મોરબીના વીરપર ગામે લોકો સવારથી ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, ત્યારે પ્રથમ બે કલાકમાં જ 20% જેટલું મતદાન નોંધાયું છે.

- text

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં મોરબી જિલ્લાનાં નાગરિકો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને ધબકતું રાખવા પોતાનો પવિત્ર મત આપી રહ્યાં છે. વહેલી સવારથી જ મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે. ત્યારે વીરપર ગામમાં પણ લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. વીરપર ગામે પ્રથમ બે કલાકમાં જ 20% જેટલું મતદાન થયું છે. મતદાન માટે બુથ પર ખૂબ મોટી લાઈન જોવા મળી રહી છે.

- text