મોરબીમાં શહીદ દિન નિમિત્તે અમર જવાન સ્મૃતિ રેલી અને રાષ્ટ્રકથાનું આયોજન

- text


માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ‘એક શામ અમર જવાનો કે નામ’ કાર્યક્રમ અંતર્ગત 23મીએ રેલી અને તા. 23થી 27 રાષ્ટ્રકથા

મોરબી : શહીદ દિન નિમિત્તે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ – મોરબી દ્વારા एक शाम अमर जवानो के नाम : INDIA से भारत की ओर કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત તા. 23ના રોજ અમર જવાન સ્મૃતિ રેલી અને તા. 23 માર્ચથી 27 માર્ચના રાત્રે 9 કલાકે વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રકથા યોજાશે.

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આવતીકાલે તા. 23ને શહીદ દિન નિમિત્તે પાંચ દિવસ સુધી एक शाम अमर जवानो के नाम : INDIA से भारत की ओर કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 23ને સાંજે 5 કલાકે અમર જવાન સ્મૃતિ રેલી યોજાશે. આ રેલીનું પ્રસ્થાન જી.આઇ.ડી.સી. (શનાળા રોડ)થી થશે. ત્યારબાદ ગાંધીચોકથી નવાડેલા રોડ, તખ્તસિંહજી રોડ, ગેસ્ટહાઉસ રોડ, નગર દરવાજા, રવાપર રોડ, સ્વાગત ચોકડી, ઉમિયા સર્કલ, રત્નકલા ગ્રાઉન્ડથી પસાર થશે. આ અમર જ્વાન સ્મૃતિ રેલીમાં શહેરના તમામ નગરજનો, સંસ્થાઓ અને સમાજને જોડાવા માટે વિનંતી કરાઈ છે. વાહનને શણગારીને રેલીમાં જોડાઇ શકાશે અને ઘર કે દુકાન પાસેથી રેલી નીકળે ત્યારે કૂલો દ્વારા સ્વાગત કરી શકાશે.

આ ઉપરાંત, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા અંજલિબેન આર્યના વકતાસ્થાને રાષ્ટ્રકથાનું તા. 23થી 27 માર્ચ દરમિયાન રાત્રે 9 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. તેમના દ્વારા રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપતી રાષ્ટ્રકથાનું વર્ણન કરવામાં આવશે. વધારેમાં વધારે રાષ્ટ્રભકતોને લાભ મળે તે હેતુથી પાંચ અલગ-અલગ જગ્યાએ કાર્યક્રમનું આયોજન રાખેલ છે.

- text

જે મુજબ તા. 23 માર્ચ બુધવાર ગ્રીનસીટી, રામકો બંગ્લો સામે, કેનાલ રોડ, 24 માર્ચ ગુરૂવાર કાશી વિશ્વનાથ મંદિર, આલાપ પાર્ક, 25 માર્ચ શુક્રવાર સાર્વજનિક પ્લોટ, સોમનાથ સોસાયટી, જુના ડાયમંડ હોલ પાછળ, 26 માર્ચ શનિવાર મહાદેવ પાન બાજુનું મેદાન, શ્રીમદ રાજ તથા રાજનગર સોસાયટી, પંચાસર રોડ, 27 માર્ચ રવિવાર ગરબી મંડળ ચોક, સુભાષનગર સોસાયટી ખાતે રાષ્ટ્રકથા કરવામાં આવશે. રાષ્ટ્રભકતોને આ કાર્યક્રમમાં સહપરિવાર પધારવા ભાવભર્યુ નિમંત્રણ અપાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text