શાળાની સ્થાપના કાળના વિદ્યાર્થીઓના હસ્તે કેક કાપી શાળાનો જન્મદિવસ ઉજવાયો

- text


કડીયાણા પે સેન્ટર શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ગ્રામ પંચાયત અને શાળા પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવાયો

હળવદ : હળવદ તાલુકાના કડિયાણા ગામની શાળાના 68માં સ્થાપના દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પ્રારંભે એકડો ઘૂંટતા શીખેલા વયોવૃદ્ધ દાદાના હસ્તે કેક કાપી ગ્રામ પંચાયત અને શાળા પરિવાર દ્વારા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરી બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.

આજરોજ કડીયાણા પે સેન્ટર શાળાની સ્થાપનાને વર્ષ પૂર્ણ થતા સ્થાપના દિવસની ગ્રામ પંચાયત અને શાળા પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરવા નક્કી કરી શાળા સ્થાપના સમયે પ્રથમ બેંચમા અભ્યાસ કરી ગયેલ ગામના વયોવ્રુધ્ધ વ્યક્તીઓના હસ્તે કેક કાપીને શાળાના જન્મ દિવસની ઉજવણી કરવામા આવી હતી.

- text

આ ઉપરાંત શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને આજ શાળાના ભુતપુર્વ વિદ્યાર્થી ટી.ટી. માકાસણા દ્વારા અંદાજે 20,000 રૂપિયાના પ્રોત્સાહક ઇનામો આપવામા આવ્યા હતા. સાથે સાથે ધોરણ-8 ના બાળકોનો વિદાય સમારંભ પણ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમ ગામના તમામ આગેવાનો, સરપંચ, તલાટી મંત્રી, તથા શાળા પરીવારના તમામ સભ્યોના પ્રયાસોથી સફળ બનાવવામા આવ્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text