ગાંધીનગરમાં શિક્ષણમંત્રી સાથે મહાસંઘ મોરબી સહિતના હોદેદારોની મુલાકાત

- text


વિધાનસભાનું સત્ર ચાલુ હોવા છતાં મહાસંઘને મુલાકાત આપતા શિક્ષણમંત્રી અને પંચાયતમંત્રી

મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટિમ શિક્ષકો માટેના પ્રશ્નો,સમાજહિતના કાર્યક્રમ માટે શિક્ષણમંત્રી સાથે મુલાકાત કરવા ગાંધીનગર પહોંચી હતી.વિધાનસભાનું સત્ર ચાલુ હોવા છતાં મહાસંઘને રાજ્યમંત્રીએ શિક્ષણમંત્રી સાથે મુલાકાત કરાવી હતી.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા.જે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે રાષ્ટ્રહિત,શિક્ષકહિત અને છાત્રહીત માટે કાર્યરત સંગઠન છે.શિક્ષકો માટેના પ્રશ્નો,સમાજહિતના કાર્યક્રમ માટે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘણી સાથે મુલાકાત કરવા આ સંગઠનના કાર્યકર્તાઓની ટિમ જેમાં અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા,સૌરાષ્ટ્ર સંભાગ સહસંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી,હરદેવભાઈ કાનગડ,ઉપાધ્યક્ષ કિરીટભાઈ દેકાવડીયા ગાંધીનગર પહોંચી હતી.

- text

વિધાનસભાનું સત્ર ચાલુ હોવા છતાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સૌને સ્નેહપૂર્વક આવકાર્યા હતા અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સાથે મુલાકાત કરાવી આપી હતી.શૈક્ષણિક તેમજ આગામી કાર્યક્રમ વિશે ચર્ચા પણ કરી હતી.આમ ફરી એકવાર બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લા પ્રત્યેનો પોતાના સ્નેહ અને પ્રજાવત્સલતાના દર્શન કરાવ્યા હતા.આ બદલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ,મોરબી દ્વારા શિક્ષણમંત્રી અને પંચાયત મંત્રીનો આભાર પ્રકટ કર્યો હતો.

- text