મોરબી જિલ્લામાં વાહકજન્ય રોગોને અટકાવવા હાઉસ ટુ હાઉસ સર્વે

- text


જિલ્લામાં કુલ ૬૨૦ ટીમો દ્વારા દરેક ઘરની મુલાકાત કરાશે : આજથી સર્વેનો પ્રથમ રાઉન્ડ શરુ

મોરબી : મોરબી જિલ્લામાં વાહકજન્ય રોગોને અટકાવવા હાઉસ ટુ હાઉસ સર્વેનો પ્રથમ રાઉન્ડ શરુ થયો છે. જેમાં જિલ્લામાં કુલ ૬૨૦ ટીમો દ્વારા દરેક ઘરની મુલાકાત કરાશે.

ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨” ઉદેશને સાકાર કરવા વાહકજન્ય રોગોના અટકાયત માટે વહેલું નિદાન, સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને વાહક નિયંત્રણ ની કામગીરી ઝુંબેશ સ્વરૂપે આજ રોજથી ચાલુ કરેલ છે. આ ઝુંબેશમાં સમગ્ર જીલ્લાના દરેક વિસ્તારોને દરેક રાઉન્ડમાં આવરી લેવામાં આવશે. આ માટે પ્રથમ રાઉન્ડ તા-૨૧-૦૩-૨૨ થી તા:-૦૧-૦૪-૨૨ અને બીજો રાઉન્ડ તા.-૧૮-૦૪-૨૨ થી તા. ૩૦-૦૪-૨૨ ના રોજ હાથ ધરવામાં આવનાર છે.

આ ઝંમેશ દરમ્યાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીફનગુનિયાનાં કેસોની શોધખોળ તેમજ જાહેર થયેલ મલેરિયા કેસોને સારવાર આપી. તેમજ ડેન્ગ્યુ, ચીકનગુનિયાના શંકાસ્પદ કોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં રીફર કરવામાં આવશે. મચ્છર ઉત્પતિના બધા સંભવિત સ્થળોની તપાસણી કરી પોરાનાશક કામગીરી કરવાનો મુખ્ય ઉદેશ છે. જેથી ઘરોની અંદર તેમજ બહાર જે સ્થળો પાણી ભરાયેલ છે. તેની ચકામણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી
દુર કરી અને ઉપયોગી પાણીમાં ટેમોક્રોસ, જૈવિક નિયંત્રણ તેમજ ડ્રાય ડે જેવી કામગીરી હાથ ધરવામાં આવશે. વધુમાં શાળા આંગણવાડીઓ (સરકારી ખાનગી) મા ચકાસણીનો ખાસ કાર્યક્રમ તેમજ તમામ જાહેર સ્થળો, બાંધકામ સાઈટ, GID, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, બાગ બગીચા, કોમર્શીયલ બિલ્ડીંગમા કામગીરી હાથ ધરવામાં આવશે.

મોરબી જીલ્લાના કુલ ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને ૫ અર્બન હેલ્થ કેન્દ્ર ના ૩૫ મેડીકલ ઓફિસર, ૩૦ પુરુષ આરોગ્ય સુપરવાઈઝર, ૨૮ સ્ત્રી આરોગ્ય સુપરવાઈઝર, તેમજ ૨૨૦ MPHW, ૨૩૦ FHW અને ૧૯૦ આશાબેન આમ કુલ ૬૨૦ ટીમો દ્વારા દરેક ઘરની મુલાકાત કરવામાં આવશે, જેનું મેડીકલ ઓફિસર અને સુપરવાઈઝર દ્વારા ઘનિષ્ટ સુપરવિઝન કરવામાં આવશે.

- text

ઉપરોક્ત તમામ પ્રવ્રુત્તીઓ દ્વારા પાણીજન્ય રોગચાળો તથા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા સંધન કામગીરી કરવામાં આવશે. અને લોકોને પણ વાહકજન્ય રોગો માટે સાવચેતીના પગલા લેવા અને આ કામગીરીમાં આરોગ્ય કાર્યકરને પુરતો સહકાર આપવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા તથા જીલ્લા મેલેરિયા અધિકારી ડો સી. એલ. વારેવડીયા લોકોને નમ્ર અપીલ કરે છે.

- text