મોરબીમાં ધો.-1માં RTE અંતર્ગત પ્રવેશ મેળવવા બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ફોર્મ ભરી અપાશે

- text


ભૂદેવ આવશ્યક સેવા કેન્દ્ર દ્વારા તા. 30/03થી 11/04 સુધી આયોજન

મોરબી : RTE એડમિશન 2022-23 માટે ધોરણ 1માં પ્રાઈવેટ સ્કૂલમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.જે અંતર્ગત સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા બ્રાહ્મણ વિદ્યાર્થીઓને ધોરણ – 1માં RTE અંતર્ગત પ્રવેશ મેળવવા માટે વિનામૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવશે.તા.1/6 સુધીમાં 5 વર્ષ પુરા થતા બાળકો જ લાભ લઈ શકશે.બાળકોના જરૂરી ડોક્યુમેન્ટ સાથે લાવવા .

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ મોરબી અને ભૂદેવ આવશ્યક સેવા કેન્દ્ર દ્વારા માત્ર બ્રાહ્મણ વિદ્યાર્થીઓને જ RTEના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવામાં આવશે.આગામી તા.30 થી 11/4 સુધી સાર્થક વિદ્યામંદિર એલ.ઈ.કૉલેજ રોડ, મોરબી ખાતે અને લાભ એસોસિએટ્સ,ઓમ શોપિંગ સેન્ટર,રવાપર રોડ,મોરબી ખાતે ઓનલાઇન ફોર્મ ભરવામાં આવશે.ફોર્મ ભરવા સમયે બ્રહ્મસમાજના બાળકોના રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અરજી માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાના રહેશે.જેમાં જન્મનું પ્રમાણપત્ર,રહેઠાણનો પુરાવો,બાળક અને માતા – પિતાનું આધારકાર્ડ,જાતિનો દાખલો,આવકનો દાખલો,બાળક અથવા વાલીની બેંક પાસબુક,પાસપોર્ટ સાઇઝ ફોટો,માતા – પિતાની સહીનો નમુનો,બિનઅનામત વર્ગનો દાખલો આ તમામ ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે.

- text

વધુ વિગત માટે સવારે 10 થી 11 અને બપોરે 4 થી 6 દરિમયાન ફોન કરી શકાશે.જણાવેલ ડોક્યુમેન્ટ્સ આપવા આવવાનો સમય સવારે 9 થી 11 અને બપોરે 4 થી 6નો રહેશે.આગામી તા.5/6 સુધીમાં ડોક્યુમેન્ટ્સ જમાં કરાવવાનાં રહેશે.તા.1/6 સુધીમાં 5 વર્ષ પુરા થતા બાળકો જ લાભ લઈ શકશે.જે માતા – પિતાને સંતાનમાં માત્ર એક જ દીકરી હોય તેને આ પ્રથમ લાભ મળશે.જે વિદ્યાર્થીઓએ સરકારી આંગણવાડીમાં L.K.G કે U.K.G કર્યું હોય તેને પણ આ પ્રથમ લાભ મળશે અને તેમને આંગણવાડીનું સર્ટિફિકેટ જમાં કરાવવાનું રહેશે.

વધુ માહિતી માટે સચિનભાઈ વ્યાસ મો.97274 64165,પ્રમુખ કિશોરભાઈ શુકલ મો.98257 41868,મહામંત્રી કેયૂરભાઈ પંડ્યા મો.94294 84440,મહામંત્રી અમૂલભાઈ જોષી મો.92271 00011પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text