મોરબીમાં ખેલ મહાકુંભની વોલીબોલ સ્પર્ધા સ્વામિનારાયણ ગુરુકુલમાં યોજાઈ

- text


ભાઈઓ તથા બહેનોની કુલ 35 ટીમોએ ભાગ લીધો

મોરબી : ગુજરાત સરકાર રમત-ગમત યુવક સેવા વિભાગ અને મોરબી જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા આયોજિત 11મો તાલુકાકક્ષાના ખેલ મહાકુંભની વોલીબોલ સ્પર્ધા સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજવામાં આવેલ હતી.જેમાં કુલ 35 ટીમોએ ભાગ લીધો હતો.

ગુજરાત સરકાર રમત-ગમત યુવક સેવા વિભાગ અને મોરબી જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા ગત તા.20ના રોજ 11મો તાલુકાકક્ષાના ખેલ મહાકુંભની વોલીબોલ સ્પર્ધા સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજવામાં આવેલ હતી.રમત-ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા અને કન્વીનર બી.આર.તથા સ્થળ સંચાલક પ્રવીણભાઈ દંતેસરિયાની હાજરીમાં શરૂ થયેલ u-14, u-18 અને open  વિભાગના ભાઈઓ તથા બહેનોના વિભાગની કુલ 35 ટીમોએ આ તાલુકાકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ હતો.આ સ્પર્ધાઓ પૂર્ણ થયાના અંતમાં સ્વામિનારાયણ ગુરુકુલના સંચાલક નિર્ગુણજીવનદાસ સ્વામીએ સૌને આશીર્વચન આપી તથા આભાર માની સ્પર્ધા પૂર્ણ કરેલ હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text