લાલપર PHC દ્વારા વિવિધ ગામોમાં મચ્છરજન્ય રોગો અટકાવવા સઘન સર્વે

- text


મોરબી : લોકોમાં રોગચાળાનો ફેલાવો અટકે એ માટે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા વિવિધ ગામોમાં વાહકજન્ય રોગોના અટકાયત માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.જેમાં પોરાનાશક કામગીરી,બી.ટી.આઈ.છંટકાવ,સોર્સ રીડક્શન,ફોગીંગ,આરોગ્ય શિક્ષણ,વહેલું નિદાન,સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત સરકારના “મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨” ઉદેશ્યને સાકાર કરવા મોરબી જિલ્લામાં વાહકજન્ય રોગ જેવા કે મેલેરિયા,ડેન્ગ્યુ, ચીકુનગુનીયાનો ઉપદ્રવના વધે તે હેતુથી વાહકજન્ય રોગોના અટકાયત માટે સર્વે હાથ ધરાયો છે.જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરાની સૂચના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયાના નિર્દેશાનુસાર સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ,અંજુબેન જોશી આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાનિયા,ચેતનાબેન ચૌહાણ તથા સબ સેન્ટરોના વિવિધ આરોગ્ય કર્મચારીઓ દ્વારા તાબાના વિવિધ ગામોમાં પોરાનાશક કામગીરી,બી.ટી.આઈ. છંટકાવ,સોર્સ રીડક્શન,ફોગીંગ,આરોગ્ય શિક્ષણ, વહેલું નિદાન,સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text