મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભનો પ્રારંભ, 92345 ખેલાડીઓ પોતાનું હિર જળકાવસે

- text


બે મહિના સુધી ચાલનારા ખેલ મહાકુંભમાં શાળા અને ગ્રામ્યથી માંડીને જિલ્લા કક્ષાએ 36 જેટલી રમતો યોજાશે

મોરબી : રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક રમીતવીરોનું કૌશલ્ય બહાર લાવવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજથી મોરબી જિલ્લામાં પણ આ ખેલ મહાકુંભનો શુભારંભ થયો છે. જેમાં 92345 ખેલાડીઓ ભાગ લેવા માટે ભારે ઉત્સાહિત છે. આજથી ઓલોમ્પિક જેવી રમતો ઘરઆંગણે શરૂ થતાં રમીતવીરો પણ પોતાનું હિર ઝળકાવવા કુદી પડ્યા છે.

- text

મોરબી જિલ્લામાં આજથી શરૂ થયેલા ખેલ મહાકુંભ બે મહિના સુધી ચાલનાર હોય એ ખેલ મહાકુંભમાં શાળા અને ગ્રામ્યથી માંડીને જિલ્લા કક્ષાએ 36 જેટલી રમતો યોજાશે. જેમાં આજે તા.14 થી શાળા અને ગ્રામ્ય કક્ષાએ શરૂ થયેલી વિવિધ સ્પર્ધાઓ તા.18 માર્ચ સુધી ચાલશે અને તાલુકા કક્ષાની સ્પર્ધા તા.20 થી 26 સુધી તેમજ જિલ્લા કક્ષા મહાનગરપાલિકાની કક્ષાની સ્પર્ધા 20 થી 26 માર્ચ સુધી યોજાશે. તાલુકા ઝોન કક્ષાએ વિજેતા ખેલાડીઓ માટે જિલ્લા કક્ષા મહાનગરપાલિકાની કક્ષાની સ્પર્ધા તા.3 થી 5 મેં સુધી ચાલશે અને જેમાં વિજેતા થયેલા ખેલાડીઓ માટે ઝોનકક્ષા (રાજ્યકક્ષા)ની સ્પર્ધા 15 થી 18 મેં અને રાજ્યકક્ષાની સ્પર્ધા 15 થી 29 મેં ના રોજ યોજાશે.જેમાં સૌથી વધુ મોરબી તાલુકાના 29261, હળવદ તાલુકાના 23382, માળીયા તાલુકાના સૌથી ઓછા 6342 તેમજ ટંકારા તાલુકાના 13197 અને વાંકાનેર તાલુકાના 20163 ખેલાડીઓ ભાગ લેશે.

- text