મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે છ દિવસીય વુમન્સ પાવર સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ યોજાઈ

- text


રોટરી ક્લબ અને વિનય કરાટે એકેડમી દ્વારા ભાગ લેનાર મહિલાઓને પ્રમાણપત્ર અપાયા

મોરબી : મોરબીમાં રોટરી ક્લબ અને વિનય કરાટે એકેડમી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે છ દિવસીય વુમન્સ પાવર સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ મહિલાઓને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

રોટરી ક્લબ ઓફ મોરબી અને વિનય કરાટે એકેડમી મોરબી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે તા. ૮ થી ૧૩ માર્ચ ૨૦૨૨, સુધી કોમ્યુનિટી હોલ ખાતે “વુમન્સ પાવર સેલ્ફ ડિફેન્સ” ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો.

વાલજીભાઈ ડાભી દ્વારા બહેનોને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. તા.૧૨ માર્ચના રોજ મહર્ષિ કરાટે એકેડમી રાજકોટના હેડ કોચ નયનભાઈ ચાવડા તથા ગોરખભાઈ દ્વારા બહેનોને સેલ્ફ ડિફેન્સની એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ટ્રેનિંગના છેલ્લા દિવસે રોટરી ક્લબ મોરબી દ્વારા લેડી પોલીસ કોન્સ્ટેબલ ભૂમિબેન દુર્લભજીભાઈ ભૂતનું રમત ગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

- text

આ ટ્રેનિંગમાં ભાગ લેનાર તમામ બહેનોને રોટરી ક્લબ મોરબી તથા વિનય કરાટે એકેડમી દ્વારા ભૂમિબેન ભૂતના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ મોરબી પ્રેસિડેન્ટ બંસી શેઠ, સેક્રેટરી રસિદા લાકડાવાલા, રૂપેશભાઈ પરમાર ( કવિ જલરૂપ ) તથા વિનય કરાટે એકેડમીના હેડ કોચ વાલજીભાઈ ડાભી એ જહેમત ઉઠાવેલ હતી.

- text