જોધપર (નદી)માં મોરબી-માળીયા ઉમિયા પરિવાર દ્વારા અખાત્રીજે સમૂહલગ્ન

- text


મોરબી : મોરબી જિલ્લાના જોધપર (નદી)માં મોરબી-માળીયા ઉમિયા પરિવાર દ્વારા અખાત્રીજે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

માળીયા-મોરબી ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા 24 મો સમૂહ લગ્નોત્સવ તારીખ 3/5/2022 ને મંગળવાર (અખાત્રીજ)ના રોજ સવારે કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન જોધપર (નદી), તા. મોરબી, જી. મોરબી મુકામે યોજાશે. સમૂહલગ્નમા જોડાવા માટેના ફોર્મ ભરવા માટે તારીખ 15/03/2022થી તારીખ 10/04/2022 સુધી શ્રીજી હોલની નીચે, માર્કેડ યાર્ડની બાજુમાં, સનાળા રોડ, મોરબી-માળીયા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયે ભરવામાં આવશે.

ફોર્મ ભરવા માટે જન્મતારીખનો ઓરીજનલ દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા, વર-કન્યાના માતા-પિતાના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, દરેકની બે-બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.

- text

વધુ વિગત માટે પ્રમુખ ડો. મનુભાઈ કૈલા 9825405076, ઉપપ્રમુખ મણીભાઈ સરડવા 9825695708, જ્યંતીભાઈ પડસુમિયાં 9825695827, મંત્રી જ્યંતીભાઈ વિડજા 9978921318, સહમંત્રી કમલેશભાઈ કૈલા 9898656985, મગનભાઈ અધારા 9825098079, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા 9427222510, વિનુભાઈ કૈલા 9925360345, જયેશભાઇ રંગપરિયા 9879215000, જયન્તિભાઈ સેરસિયા 9825283287, સવજીભાઈ સુરાણી 9879310620, ચંદુભાઇ કુંડારીયા 9925360244નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text