મોરબીમાં ડુપ્લીકેટ ચાવીથી તાળા ખોલી ચોરી કરતી ગેંગ સક્રિય 

- text


સુપર માર્કેટ બાદ રવાપર રોડ ઉપર પણ તસ્કરે આરામથી ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો

મોરબી : મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ડુપ્લીકેટ ચાવીથી તાળું ખોલી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે અને આ ગેંગ કોઈને કોઈ વિસ્તારમાં ડુપ્લીકેટ ચાવીની મદદથી ચોરી કરીને પોલીસને પડકાર ફેંકી રહી છે. જેમાં સુપર માર્કેટ બાદ રવાપર રોડ ઉપર પણ તસ્કરે આરામથી ચોરીને અંજામ આપ્યો છે. જો કે ડુપ્લીકેટ ચાવીથી તાળા ખોલતો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

- text

મોરબીમાં ડુપ્લીકેટ ચાવીથી તાળા ખોલતી ગેંગે થોડા દિવસો પહેલા શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટની દુકાનોને નિશાન બનાવી હતી અને ઘણી બધી દુકાનોના ડુપ્લીકેટ ચાવીથી તાળાં ખોલી પરચુરણ રકમ સહિતની ચોરી કરી હતી. બાદમાં રવાપર રોડના રહેણાંક અને દુકાનોને પણ નિશાન બનાવી હતી. ગઈકાલે મોરબીના રવાપર રોડ ઉપર આવેલા બાપા સીતારામ ચોક વિસ્તારની એક રેડીમેન્ટ કપડાના શો-રૂમમાંથી 20 થી 22 હજારની રોકડની ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં 40 હજારમાંથી 20 થી 22 હજારની ચોરી કરી બાકીના ત્યાં જ મૂકી દીધા હતા. આ ઉપરાંત આ વિસ્તારમાં અઠવાડિયા પહેલા દીકરીના પ્રસંગ માટે રાખેલા રૂ. 5 લાખ તેમજ દાગીનાની ચોરી થઈ છે. આ પરિવાર બહારગામ ગયો ત્યારે ચોરીને ઘટના બની હતી.જો કે અમુક બનાવોમાં નાની રકમ હોવાથી ફરિયાદ નોંધતી નથી.રવાપર રોડ અને શનાળા રોડ ઉપર આવી રીતે ચોરીના બનાવો વધતા હોય પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે તેવો માંગ ઉઠી છે.

- text