મોરબીમાં રૂપિયા 15 લાખ ભરેલા થેલાની તફડંચી મામલે ફરિયાદ નોંધાઈ

- text


જુના બસ સ્ટેન્ડ નજીક બનેલા બનાવમાં બે આરોપીઓ ગણતરીની કલાકમાં ઝડપાઇ ગયા

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક ગઈકાલે તમારા રૂપિયા પડી ગયા છે કહી કારની પાછળની સીટમાં રાખેલા રૂપિયા 15 હજાર ભરેલા થેલાની તફડંચી કરી નાસી છૂટેલા બન્ને શખ્સો મોરબી પોલીસની સતર્કતાથી ગણતરીની કલાકોમાં જ રાજકોટથી ઝડપાઇ ગયા છે ત્યારે આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતા રાકેશભાઇ ચંદુભાઇ સંઘાણીએ ગઈકાલે સવારે જુના બસ્ટેન્ડ નજીક બે અજાણ્યા શખ્સોએ તેમની કારની આગળ રૂપીયા પડેલ હોવાનો ઇશારો કરતા તેઓ કારનો દરવાજો ખોલી નીચે ઉતરતા આરોપીએ નજર ચુકવી કારનો પાછળનો દરવાજો ખોલી પાછળની શીટમા રાખેલા 15 લાખ ભરેલા થેલાની ચોરી કરી બન્ને શખ્સો એક બીજાની મદદગારી કરી લઇ ગયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

- text

નોંધનીય છે કે મોરબી પોલીસની સતર્કતાથી 15 લાખ પૈકી 13 લાખથી વધુની રોકડ સાથે તામિલનાડુના બે શખ્સોને રાજકોટ પ્ર નગર પોલીસે દબોચી લીધા છે જ્યારે આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય બે શખ્સો નાસી ગયા હોય રાજકોટ પોલીસ પાસેથી બન્ને શખ્સોનો કબજો મેળવી એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text