મોરબી માર્કેટિંગ યાર્ડમાંથી બે બાઈક ચોરાયા

- text


મોરબી : મોરબીમાં વાહનચોર ટોળકી સક્રિય બની હોય તેમ એકાતરા બે દિવસે વાહન ચોરીના કિસ્સા સામે આવે છે ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડમાંથી તસ્કરો બે બાઇકની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

મોરબી શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાંથી તસ્કરો મોરબી ફુલછાબ કોલોની બિલાલી મસ્જીદવાળી શેરીમાં રહેતા કિશોરભાઇ પ્રભુભાઇ ધામેચાનું રૂપિયા 25 હજારની કિંમતનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ તેમજ અમરીશભાઇ સંજયભાઇ કંસારાનુ 25 હજારની કિંમતનું સ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચોરી જતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text