માળીયા નજીક બેકાબુ ડમ્પર ટ્રેઇલરના ઠાઠામાં ઘુસી ગયા બાદ એસટીની વોલ્વો બસને ઝપટે ચડાવી

- text


માળીયા : કચ્છ – માળીયા નેશનલ હાઇવે ઉપર બેકાબુ ડમ્પર ચાલકે આગળ જતા ટ્રેલર સાથે અકસ્માત સર્જ્યા બાદ એસટીની વોલ્વો બસને હડફેટે લઇ નુક્શાન પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા કચ્છ હાઇવે ઉપર બેકાબુ બનેલા જીજે-12-બીડબ્લ્યુ 7544 નંબરના ડમ્પર ચાલકે આગળ જતા ટ્રેલર સાથે અકસ્માત સર્જ્યા બાદ એસટીની વોલ્વો બસને હડફેટે લેતા એસટી બસમાં નુકશાન પહોંચ્યું હતું.

- text

આ ત્રિપલ અકસ્માત અંગે એસટી વોલ્વોના ચાલક મયુરસીહ યોગેંદ્રસીહ ઝાલા, રહે.ભાવનગર તળાજા રોડ શીવનગર વાળાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text