મોરબીમાં ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડેની અનોખી ઉજવણી

- text


વિદ્યાર્થીઓએ નારીશક્તિને ઉજાગર કરતા નાટક, કવિતા, ડાન્સ રજૂ કર્યા : પ્રિન્સીપાલે “Break The Bias” થીમ પર માર્ગદર્શન આપ્યું

મોરબી : ઓમ શાંતિ ઇંગલિશ મીડીયમ સ્કૂલ દ્વારા “ઇન્ટરનેશનલ વુમન્સ ડે” નિમિત્તે “નારીત્વ”ની ઉજવણી કરવામાં આવેલી હતી.આ કાર્યક્રમમાં મોરબી પોલીસ સહિત મોરબી જીલ્લા પંચાયતના સદસ્યો તથા શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.શાળાના પ્રિન્સીપલે “Break The Bias” થીમ પર નારીઓને સમાન દરજ્જો અને વ્યવહાર મળે એ બાબત પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો.આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નારીશક્તિને ઉજાગર અને પ્રોત્સાહિત કરતા નાટકો રજુ કરવામાં આવ્યા હતા.

ઓમ શાંતિ ઇંગલિશ મીડીયમ સ્કૂલ દ્વારા “ઇન્ટરનેશનલ વુમન્સ ડે” નિમિત્તે “નારીત્વ”ની ઉજવણી કરવામાં આવેલી હતી.આ કાર્યક્રમની શરૂઆત પહેલા અતિથિ વિશેષ દ્વારા દીપ પ્રગટ્ય કરવામાં આવેલું હતું.અતિથિ વિશેષમાં મોરબીની પોલીસ ટીમ (She Committee), P.I. સાકરીયા,PSI આર.પી. રાણા,મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા,જીગ્નેશભાઈ કૈલા,ડો.પૂર્ણિમાબેન ભાડેસીયા,ફાઉન્ડર ઓફ જૈન જાગૃતિ વુમન ગ્રુપ મોરબીના ખ્યાતિબેન શેઠ, ફ્યુચર કિડ્સ પ્રિસ્કૂલના સંચાલક પ્રજ્ઞાબેન મહેતા,પી.જી.પટેલ કોલેજ પ્રિન્સીપાલ રવિન્દ્ર ભટ્ટ,સાર્થક વિદ્યામંદિર મોરબીના સંચાલક કિશોરભાઈ શુક્લ,સાયન્સ ડીપાર્ટમેન્ટ હેડ રવિન્દ્ર ત્રિવેદી કથા મોરબીના મહિલા આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નારીશક્તિને ઉજાગર અને પ્રોત્સાહિત કરતા નાટક,માઇમ,સ્પીચ,ગીત,કવિતા અને ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા તદુપરાંત અતિથિ વિશેષ માંથી PSI આર. પી. રાણાસર દ્વારા નારીઓને સંબોધીને નારીઓને સમાન દરજ્જો મળે, તરુણાવસ્થામાં બાળકોની સાર સંભાળ કેવી રીતે રાખવી, બાળાઓને સુરક્ષા ઓ કેવી રીતે પૂરી પાડવી તથા પોલીસની મહિલા She Committee દ્વારા બાળાઓને સુરક્ષા પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું.

- text

ઓમ શાંતિ ઇંગલિશ મીડીયમ સ્કુલના પ્રિન્સીપલ સના મેડમ કાઝી દ્વારા “Break The Bias” થીમ પર નારીઓને સમાન દરજ્જો અને વ્યવહાર મળે એ બાબત પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો.અંતમાં ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ટ્રસ્ટી સુમંત પટેલ દ્વારા નારી સમાજને પોતાના વક્તવ્યમાં સન્માન આપ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપલ તથા સર્વે સ્ટાફગણનો આભાર માન્યો હતો.

- text