મોરબીમાં સસ્તા અનાજના દુકાનદારોની મનમાનીથી રેશનકાર્ડ ધારકો પરેશાન

- text


સામાજીક કાર્યકરે પુરવઠા અધિકારીને રજૂઆત કરી કડક પગલાં ભરવા માંગ ઉઠાવી

મોરબી : મોરબીમાં સસ્તા અનાજના દુકાન ધારકો અનિયમીત દુકાન ખોલતા હોવાથી રેશનકાર્ડ ધારકોને હાલાકીનો સામનો કરવો પડે છે.દુકાનદારો રાશનકાર્ડ ધારકોને બીલ પણ આપતા નથી અને બીલ કરતા પાંચ રૂપીયા કાર્ડ દીઠ વધારે લેવામાં આવે છે.સરકારના નિયમ મુજબ દર સોમવારે દુકાન બંધ રાખવાની હોય છે પરંતુ દુકાનદારો પોતાની મરજી મુજબ દુકાનો બંધ રાખે છે અને ખોલે છે.તેથી મોરબીના સામાજીક કાર્યકરે પુરવઠા અધિકારીને આ અંગે રજૂઆત કરી કડક પગલાં લેવા ફરિયાદ કરી છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોક ખરચરીયા, જીજ્ઞેશભાઈ પંડયા, જગદીશભાઇ જી.બાંભણીયા,મુસાભાઇ બ્લોચે જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત ફરિયાદ કરી મોરબી શહેરમાં રાશનકાર્ડની ઘણી દુકાનો ઘણા સમયથી ચાર્જમાં ચાલે છે જેથી વહેલી તકે જાહેરનામું બહાર પાડી નવી દુકાનો શરૂ કરવા માંગ ઉઠાવી છે. સાથોસાથ અનિયમીત રીતે ખુલતી સસ્તા અનાજની દુકાનો નિયમિત ખુલે અને સરકારની સુચના મુજબ કાર્ડધારકોને કયા ગ્રાહકને કેટલો અનાજનો જથ્થો મળે તેનું બોર્ડ ફરજીયાત મુકાવવા માંગ ઉઠાવી છે.

- text

વધુમાં પરવાનેદારો દ્વારા રાશનકાર્ડ ધારકોને બીલ પણ આપતા નથી અને બીલ કરતા પાંચ રૂપીયા કાર્ડ દીઠ વધારે લેવામાં આવે છે. આ ઉપરાંત સરકારે વન નેશન વન રેશન યોજના દાખલ કરેલ છે તે અન્વયે પોર્ટેબિલિટી સુવિધાનો ગરીબ લોકોને લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવી સસ્તા અનાજના દુકાનદારો પોતાની મરજી મુજબ રજા રાખે છે જેથી પ્રજા હેરાન થાય છે. દુકાનદારો પોતાની મરજી મુજબ વર્તન કરે છે અને કેટલાક દુકાનોદારો તોલ માપમાં ઘાલમેલ કરે છે અને પ્રજાને ઓછુ તોલીને વજન અનાજ ઓછુ આપે છે.તો ગરીબ પરીવારનો પુરતુ અને અનાજ મળે તેવી સામાજીક કાર્યકરોએ માંગણી કરી છે.

- text