ઐતિહાસિક સતી – સુરપુરાના સ્થાનકોની માહિતી મેળવતા હળવદ પંથકના ભુલાકાઓ

- text


હળવદની શાળા નંબર-10 તથા શાળા નંબર-7ના બાળકોએ ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી

હળવદ : હળવદની શાળા નંબર 10 તથા શાળા નંબર 7 ના બાળકોએ સતી અને સુરાપુરાના ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી હતી. આ સાથે જ શિક્ષકો દ્વારા શાળાના બાળકોએ ઐતિહાસિક સ્થળની રજેરજની માહિતી આપવામાં આવી હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ હળવદની ભવાનીનગર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નંબર-10 ના સામાજિક વિજ્ઞાનના શિક્ષક દિપકભાઈ ચૌહાણ તથા શાળાના આચાર્ય રાજેશભાઈ ગાંભવા તથા મનુભાઇ રાઠોડના માર્ગદર્શન હેઠળ હળવદમાં આવેલ જનક્ષત્રિય (મોચી) જ્ઞાતિના અંદાજે આશરે સાડા પાંચસો વર્ષ જૂના પવિત્ર સ્થાન કે જયાં મોટા પ્રમાણમાં સતીમાં તથા સુરાપુરાના સ્થાનક આવેલા છે ત્યાં બાળકોને આ અંગેની જાણકારી મળી રહે તે હેતુસર લઈ જવાનું નક્કી કરેલ, આ અંગેની જાણ શાળા નંબર-7 એટલે કે ડી.વી પરખાણીના શિક્ષકને કરતા શાળાના શિક્ષક પંકજભાઈ, અશોકભાઈ અને ધર્મેન્દ્રભાઈ મહેતાએ ધોરણ 6ના વિદ્યાર્થીઓ સાથે સ્થાનક પર ઉપસ્થિત થયા હતા.

બન્ને શાળાના બાળકોને સાથે રાખી ઐતિહાસિક સ્થળની પગદંડી યોજવામાં આવી જેમાં બાળકોને સ્થળનું મહત્વ તથા પાળીયાનો અર્થ,સતી -સુરાપુરાનો અર્થ અંગેની માહિતી બાળકોને આપવામાં આવી હતી.ત્યાંની મુલાકાત બાદ બાળકો સાથે હળવદ રેલવે સ્ટેશનની પણ મુલાકાત કરાવવામાં આવી હતી.

- text

હળવદ સ્ટેશન માસ્ટર દ્વારા બાળકોને ટ્રેન અંગેની,ટ્રેક અંગેની, ફાટક કેવી રીતે બંધ કરવામાં આવે છે? તેમજ કેવી રીતે ખોલવામાં આવે છે તે અંગેની પ્રત્યક્ષ માહિતી પૂરી પાડી બાળકોના જ્ઞાનમાં વધારો કરેલ સાથે જ રેલવેની લાલ તથા લીલી ઝંડી શું કામ રાખવામાં આવે છે? સિગ્નલ નું શું કામ હોય છે? તેની જાણકારી પણ બાળકોને આપી હતી. ટૂંકમાં પ્રત્યક્ષ પ્રત્યક્ષદર્શી શિક્ષણ થકી આજની પગદંડી રૂપી મુલાકાત સાર્થક થઇ હતી.

- text