મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાળ મહિલા મોરચા દ્વારા મહિલા સફાઈ કર્મીઓને ભેટ અપાઈ

- text


વિશ્વ મહિલા દિવસ નિમિતે અનોખી ઉજવણી કરાઈ

મોરબી : મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાળ મહિલા મોરચા દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિતે મહિલા સફાઈ કર્મચારીઓને ભેટ આપવામાં આવી હતી.

- text

આજ તા.- 8/3/2022 ને મંગળવારના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિતે રાષ્ટ્રીય દીનદયાળ મહિલા મોરચા દ્વારા મહિલા સફાઈ કર્મચારીઓને ગિફ્ટ આપી સન્માન કરી મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ધર્મિષ્ઠાબેન વ્યાસ, પ્રદેશ કન્વીનર બિંદિયાબેન રામાવત, જિલ્લા કન્વીનર લતાબેન પનારા, જિલ્લા પ્રમુખ જાગૃતિબેન પરમાર, જિલ્લા મીડિયા પ્રમુખ કાજલબેન, તાલુકા ઉપાધ્યક્ષ ભૂમિબેન લુકા, તાલુકા ઉપાધ્યક્ષ મોનાબેન ત્રિવેદી, નગરપાલિકા કાઉન્સિલર જસવંતીબેન સોનાગ્રા, આરતીબેન ચાવડા સહ હોદેદારો હાજર રહ્યા હતા.

- text