9મી માર્ચે ગાંધીનગરમાં મજદૂર સંઘની વિશાળ જનસભા અને શકિત પ્રદર્શન

- text


મોરબી મજદૂર સંઘના કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે

મોરબી : ભારતીય મઝદુર સંઘ ગુજરાત પ્રદેશના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ખાતે મોરબીના કર્મચારીઓની જનસભા અને શકિત પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યું છે.જેમાં કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા માટે કર્મચારીઓની એકતા અને સંગઠીતતાની તાકાતને પ્રદર્શીત કરવામાં આવશે.

સમગ્ર ભારતમાં ટ્રેડ યુનિયન પ્રવૃતિમાં પ્રથમ ક્રમાંકનું સ્થાન ધરાવતા બીનરાજકીય શ્રમિક સંગઠન તરીકે કાર્યરત ભારતીય મઝદુર સંઘ ગુજરાત પ્રદેશના નેતૃત્વ હેઠળ આગામી તા.9ને બુધવારના બપોરના 1 કલાકથી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે વિશાળ શકિત પ્રદર્શન અને જનસભાનું આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ,ગુજરાત એસ.ટી.,ગુજરાત પાણી પુરવઠા બોર્ડ,આંગણવાડી,આસાવર્કર,મધ્યાન ભોજન,ઔધોગીક સુરક્ષા દળ, નગરપાલિકા,વગેરેના કર્મચારીઓ આ સંગઠન લક્ષી કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ભાગ લેશે.

- text

આ કાર્યક્રમ દરમ્યાન કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સક્ષમ કક્ષાએ રજુઆત કરવા માટે કર્મચારીઓની વિશાળ એકતા અને સંગઠીતતાની તાકાતને પ્રદર્શીત કરવામાં આવશે.આ કાર્યક્રમને ખુબ જ પ્રભાવશાળી અને સફળ થઈ રહે તે માટે તન, મન અને ધનથી સંપૂર્ણ સહકાર આપવા જીલ્લા મંત્રી વી.જે. સુમળની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text