રોટરી ક્લબ દ્વારા મહિલા દિવસ નિમિત્તે ફ્રિ સેલ્ફ – ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન

- text


મોરબી : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે રોટરી કલબ ઓફ મોરબી તથા વિનય કરાટે એકેડમી દ્વારા વિનામૂલ્યે વુમેન્સ પાવર સેલ્ફ-ડિફેન્સ ટ્રેનિંગ આયોજન કરવામાં આવ્યું છે.આ સેલ્ફ-ડિફેન્સ ટ્રેનિંગમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે રોટરી કલબ ઓફ મોરબી તથા વિનય કરાટે એકેડમી દ્વારા વિનામૂલ્યે વુમેન્સ પાવર સેલ્ફ-ડિફેન્સ ટ્રેનિંગનું તા.8 થી 13 સુધી બપોરે 4:30 થી 6 વાગ્યા સુધી નગરપાલિકા કોમ્યુનિટી હોલ,સરદાર બાગ પાછળ,શનાળા રોડ,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 10 વર્ષથી ઉપરના કોઈપણ બહેનો ભાગ લઈ શકશે.તરૂણીઓ તથા મહિલાઓ માટે સ્પેશ્યલ સેલ્ફ-ડિફેન્સ ટ્રેનિંગ તાલિમ સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવશે.નિયમિત આવનારને રોટરી કલબ ઓફ મોરબી તથા વિનય કરાટે એકેડમી તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે.રજિસ્ટ્રેશન માટે છેલ્લી ટ્રેનિંગમાં ભાગ લેવા તા.7 સુધીમાં મો.95862 82527, 93766 52360 પર નામ મોકલી રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

- text

- text