મોરબીમાં સ્વનજની યાદમાં 7મી એ વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ

- text


મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા સુપર મેગા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આંખનું નિદાન સારવાર અને નેત્રમણીનું ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવશે.રણછોડદાસ બાપુ
ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા પીપળીયા ચાર રસ્તા અને આજુબાજુના માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની જનતાના લાભાર્થે સર્વ જ્ઞાતિના દર્દીઓ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ સ્વજનના સ્મરણાર્થે કરવામાં આવ્યો છે.

સ્વ.દિવાળીબેન કરમશીભાઈ રૂપાલા અને સ્વ. રમણિકભાઈ પોપટભાઈ રાજકોટીયાના સ્મર્ણાર્થે લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી અને છે.રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા સર્વ જ્ઞાતિના દર્દીઓ માટે સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પ તા.7ને સોમવાર સવારે 9:30 થી બપોરે 12:30 સુધી કેપી ટેક નોન વુવન ઈન્ડીયા પ્રાઇવેટ લીમીટેલ ચાંચાવદરડા,માળિયા(મિં.), મોરબી ખાતે રાખવામાં આવ્યો

આ સદગુરૂ નેત્રયજ્ઞમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલના નિષ્ણાંત ર્ડાક્ટરો તથા સ્ટાફ દ્વારા આંખાના રોગોનું નિદાન કરી,જરૂરીયાતવાળા મોતીયાના દર્દીને હોસ્પિટલની બસમાં લઇ જઇ. અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું ઓપરેશન કરી આપવામાં આવશે. તથા સારામાં સારા નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે.દર્દીને રહેવા, જમવા,ચા-પાણી,નાસ્તો,દવા,ટીપા આપવામાં આવશે.ઓપરેશન થયા બાદ કેમ્પના સ્થળે પરત મૂકી આપવામાં આવશે.

- text

મોતીયાના ઓપરેશન માટે આવતા દર્દી માટે ચશ્માના નંબર કેમ્પમાં કાઢી આપવામાં આવતા નથી.દરેક દર્દીઓએ ફરજીયાત માથુ ધોઈને,સ્વચ્છ કપડા પહેરીને,એક જોડી કપડા સાથે રાખીને આવવાનું રહેશે.દરેક દર્દીઓએ ફરજીયાત પોતાના અથવા આજુબાજુના નંબર,મોબાઇલ નંબર સાથે રાખવાના રહેશે.ઓપરેશન થયા બાદ બીજા દિવસે રજા આપવામાં આવશે તેવી જાણ કરીને આવવાનું રહેશે.દરેક દર્દીએ આધારકાર્ડ લાવવું ફરજીયાત છે.

કેમ્પ કેપી ટેક નોનવુવન ઈન્ડીયા પ્રાઈવેટ લિમિટેડ,જયંતીભાઈ પોપટભાઈ રાજકોટીયા,રમેશભાઈ કરમશીભાઈ રૂપાલા,લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સહયોગથી યોજાશે

નામ નોંધાવવા માટેના ત્રિભોવનભાઈ સી. ફુલતરીયા(પ્રમુખ) મો.૯૮૨૫૨ ૦૩૩૧૫,કેશવજીભાઈ એચ. દેત્રોજા(મંત્રી) મો.૯૫૩૭૫ ૩૪૫૫૫,જગદીશભાઈ ડી.કાવર મો.૯૮૨૫૮ ૫૦૫૬૫,ઉર્મિલાબેન બી.ગઢીયા મો.૯૯૨૫૨ ૫૦૫૫ ગિરીશભાઈ સાધુ મો.૯૮૭૯૮૭૯૧૦૦,લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના ત્રિભોવનભાઈ સી.ફુલતરીયા(પ્રમુખ) મો. ૯૮૨૫૨ ૦૩૩૧૫,કેશવજીભાઈ એચ. દેત્રોજા(મંત્રી) મો.૯૫૩૭૫ ૩૪૫૫૫,નાનજીભાઈ મોરડીયા(ખજાનચી) મો. ૯૯૭૮૩ ૦૦૪૫૮, રમેશભાઈ કે. રૂપાલા મો.૯૯૨૫૪ ૧૦૫૫૫ સંપર્ક કરવો. આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text