મોરબીના ઇન્દીરાનગરનામાં જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


એલસીબી ટીમે 15,900 રોકડા કબ્જે કરી બી ડિવિઝન પોલીસમાં ગુન્હો નોંધાવ્યો

મોરબી : મોરબીના ઇન્દીરાનગરના વિસ્તારમાં એલસીબી ટીમે દરોડો પાડી પાંચ જુગારીઓને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15,900 કબ્જે કરી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે ઇન્દીરાનગરના વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા ભરતભાઇ કરશનભાઇ ગેડાણી, શામજીભાઇ બાબુભાઇ વાઘાણી, ગેલુભાઇ સીતાપરા, દેવશીભાઇ પ્રેમજીભાઇ અગેચણીયા અને વિપુલભાઇ ગોરધનભાઇ કેરવાડીયા નામના શખ્સો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. એલસીબી ટીમે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 15,900 કબ્જે કરી પાંચેય આરોપી વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

- text