મોરબીમા કચરો નાખવા મુદ્દે વિના કારણે વૃદ્ધનો હાથ ભાંગી નાખ્યો

- text


દલવાડી સર્કલ નજીક દીનદયાળ આવાસ યોજનામાં બેનલી ઘટના

મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલી દીનદયાળ આવાસ યોજનામાં ભાડુઆતે કચરો ફેંકવા જેવી નજીવી બાબતે વૃદ્ધને માર પડ્યો હતો અને વૃદ્ધનો હાથ ભાંગી જતા આ મામલે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી દલવાડી સર્કલ નજીક આવેલ દીનદયાળ આવાસ યોજનામાં રહેતા અસ્લમશા કાસમશા શાહમદાર, ઉ.72 નામના વૃદ્ધની પુત્રી પણ આવાસ યોજનામાં જ રહેતી હોય અને તેમની પુત્રીના ભાડુઆતે કરિશ્માબેનના ઘર નજીક કચરો ફેકતા બોલાચાલી થઈ હતી.

- text

વધુમાં બોલાચાલીનો અવાજ સંભળાતા વૃદ્ધ અસ્લમશા કાસમશા શાહમદાર ઘરની બહાર નીકળતા તેમની પુત્રી સાથે કરિશ્માબેન અને તેમના પતિ તેમજ તેમની સાથે જ રહેતા અન્ય વ્યક્તિ ઝઘડો કરતા હોવાથી વૃદ્ધ વચ્ચે છોડાવવા પડતા આરોપી કરીશ્માબેનના પતી અને તેમને ત્યાં જ રહેતા અમદાવાદના ઇલ્યાસભાઇએ ફરિયાદી અસ્લમશાને ગાળો ભુંડા આપી જેમફાવે તેમ મુંઢમાર મારી લોખંડનો પાઇપ જમણા હાથમા ખંભા ઉપર મારી ફ્રેકચર કરી નાખ્યું હતું.

આ ઘટના અંગે ફરિયાદી અસલમશાએ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૫,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text