મોરબીની ખારીવાડી શાળામાં રાજ્ય મંત્રીની હાજરીમાં વાર્ષિકોત્સવ યોજાયો

- text


વિદ્યાર્થીઓને ગણવેશ,સ્કૂલબેગ,બુટ-મોજાં, શૈક્ષણિક કીટ અર્પણ કરનાર દાતાઓને સન્માનિત કરાયા

મોરબી : મોરબીના કંડલા બાયપાસ પાસે વાવડી ચોકડી પાસે આવેલ ખારીવાડી શાળામાં રાજ્ય મંત્રીની હાજરીમાં વાર્ષિકોત્સવ અને શાળામાં વિદ્યાર્થીઓને વિવિધ દાન રૂપી મદદ થનાર દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીના કંડલા બાયપાસ પાસે વાવડી ચોકડી પાસે આવેલ ખારીવાડી શાળામાં છ માસ પહેલા 1 થી 5 ના માત્ર 22 બાવીસ વિદ્યાર્થીઓ જ હતા. વાલીઓ વસંતભાઈ સહિતની યુવાનોની ટીમ ની જાહેમતથી ખાનગી શાળામાંથી આ સરકારી શાળામાં વિદ્યાર્થીઓને બેસાડી 22 માંથી 222 સંખ્યા કરી.

- text

વિદ્યાર્થીઓને ભાવેશભાઈ કંઝારીયા, દિપકભાઈ પરમાર, દામજીભાઈ કંઝારીયા ખોડાભાઈ પરમાર અને માવજીભાઈ કંઝારીયા તરફથી કે.કે.પરમાર પ્રમુખ નગરપાલિકા અનિલભાઈ કંઝારીયા અને નાનજીભાઈ કંઝારીયા તરફથી વિદ્યાર્થીઓને યુનિફોર્મ, બુટ- મોજા અને શૈક્ષણીક કીટ તેમજ આર્થિક યોગદાન આપેલ હતું આથી બ્રિજેશભાઈ મેરજા પંચાયત મંત્રી, દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ,જ્યંતીભાઈ પડસુંબિયા ચેરમેન કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત મોરબી પ્રવીણભાઈ સોનગ્રા ચેરમેન શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત મોરબી,જ્યૂભા જાડેજા, રણછોડભાઈ દલવાડી મહામંત્રી જિલ્લા ભાજપ – મોરબી કુસુમબેન પરમાર પ્રમુખ લાખાભાઈ જારીયા પ્રમુખ મોરબી શહેર ભાજપ અને જયરાજસિંહ જાડેજા ઉપ પ્રમુખ નગરપાલિકા મોરબી વગેરેની ઉપસ્થિતમાં સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનું ગ્રામજનોએ પરમરાગત રીતે રાસ લઈને કેડે તબલા બાંધીને તબલાંના તાલે અને ઢોલના નાદ સાથે અદકેરું સ્વાગત સન્માન કર્યું હતું. તમામ મહાનુભાવોએ દાતાઓએ બાળહિતમાં કરેલ પ્રવૃત્તિને બિરદાવી હતી. બ્રિજેશભાઈ મેરજાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ વિસ્તારનું નામ ખારીવાડી છે પણ કામ મીઠીવાડી જેવું કર્યું છે, તેમજ મંત્રીએ સરકારની શિક્ષણની વિવિધ યોજનાઓ અને સરકારની વિકાસ વાટીકાની વાતો મૂકી હતી,સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા નવ રત્નો જેવી યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.અને વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

- text