વાંકાનેર નજીક દેશી દારૂ ભરેલી ડસ્ટર કાર રેઢી મૂકી ચાલક ફરાર

- text


સમઢીયાળાથી રાતડીયા ગામ જવાના રસ્તે તાલુકા પોલીસે કરેલી કાર્યવાહી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સમઢીયાળાથી રાતડીયા ગામ જવાના રસ્તે ધુણખાણના વણાંક પાસે પોલીસને જોઈ ડસ્ટર કારનો ચાલક કાર રેઢી મૂકી નાસી જતા આ કાર ચેક કરતા કારમાંથી 250 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે કાર નંબરના આધારે ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સમઢીયાળાથી રાતડીયા ગામ જવાના રસ્તે ધુણખાણના વણાંક પાસે પોલીસને જોઈ જતા ડસ્ટર કાર નંબર- GJ-03-FD-4077નો ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો.

- text

જેથી આ શંકાસ્પદ કારની તલાસી લેતા કારમાંથી 10 બાચકમાં દેશી દારૂના 50 બૂંગિયા મળી આવતા પોલીસે રૂપિયા 5000ની કિંમતનો 250 લીટર દેશી દારૂ અને 3 લાખની કિંમતની કાર કબ્જે કરી કાર નંબરના આધારે નાસી જનાર વ્યક્તિ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text