મહારાષ્ટ્રના શખ્સે છતરની પરિણીતાના બિભીત્સ ફોટા – વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા ફરિયાદ

- text


પરિણીતામાં પતિને સારી નોકરી આપવાની લાલચ આપી સંબંધ કેળવ્યા બાદ પોત પ્રકાશ્યુ : આઇટી એકટ મુજબ ગુન્હો નોંધાયો

ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામે રહેતી પરિણીતાના પતિને સારી નોકરી અપાવી દેવાની લાલચ આપી મહારાષ્ટ્રના ચાલીસગાવના શખ્સે સંબંધો કેળવી બાદમાં પોત પ્રકાશી પરિણીતાના
બિભીત્સ ફોટા – વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા આ મામલે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

બનાવ અંગે ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા પરિણીતા સાથે એક વર્ષ પૂર્વે સંપર્કમાં આવેલા મહારાષ્ટ્રના ચાલીશગાવના શિવાજી યષવંત પાટીલ નામના શખ્સે પરિણીતાના પતિને સારી નોકરી અપાવી દેવાની લાલચ આપી સંબંધ કેળવ્યા હતા અને બાદમાં અલગ – અલગ મોબાઈલ નંબરથી પરિણીતા અને તેમના પતિના મોબાઈલમાં પરિણીતાના બિભીત્સ ફોટા – વિડીયો મોકલી વાયરલ કરવાની ધમકી આપતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

હાલ ટંકારા પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે મહારાષ્ટ્રના ચાલીશગાવના શિવાજી યષવંત પાટીલ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૫૪(ડી) ૫૦૪ ૫૦૬(૨) તથા આઇ.ટી.એકટની કલમ ૬૭(બી) મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text