મોરબીના મકરાણીવાસમાં બે જૂથ વચ્ચે સોડા બોટલના છુટ્ટા ઘા : સામસામી ફરિયાદ

- text


જુના ઝઘડાના ખારમાં બન્ને જૂથ વચ્ચે ઝઘડો થતા વરવા દ્રશ્યો સર્જાયા

મોરબી : મોરબીના મકરાણીવાસમાં બાલમંદિર નજીક ગઈકાલે જુના ઝઘડાના ખારમાં બે જૂથ વચ્ચે બઘડાટી બોલી જતા સામસામે સોડા બોટલના છુટ્ટા ઘા થતા સ્થાનિક રહીશોમાં ફફડાટ મચી ગયો હતો. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી છે.

આ બનાવમાં મકરાણીવાસમાં રહેતા રણમલ ઉર્ફે રહેમાન હાજીભાઇ મુસાણીએ જુના ઝઘડાનો ખાર રાખી (૧)જાવેદ યારમોહમદ બ્લોચ (૨)તોફિક ઉર્ફે દેવો રફિકભાઇ બ્લોચ (૩)નદિમ ઉર્ફે ઢાડીયો ડાડાભાઇ બ્લોચ(૪) ઇસ્માઇલ હુશેનભાઇ બ્લોચ (૫) તોફિક રફિકભાઇ બ્લોચ (૬)અનવર મુસાભાઇ કુરેશી રહે, બધા મોરબી મકરાણીવાસ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જાવેદ યારમોહમદ બ્લોચ અને ઇસ્માઇલ હુશેનભાઇ બ્લોચને અટકાયતમાં લીધા છે.

- text

જ્યારે સામા પક્ષે જાવેદભાઇ યારમોહમદભાઇ બ્લોચ રહે. મકરાણીવાસ બ્રાહ્મણની ભોજના શાળા પાછળ વાળાની ફરિયાદને આધારે
(૧) રણમલ ઉર્ફે રેહમાન હાજીભાઇ મુસાણી (૨)સહેજાદ રેહમાન મુસાણી (૩)હુસેન અલારખાભાઇ શેખ (૪) મોસીન કાસમભાઇ અજમેરી (૫)સિકંદર નુરમોહમદભાઇ મુસાણી (૬) નિઝામ નુરમોહમદભાઇ જેડા વિરુદ્ધ કલમ.૩૩૬,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી પાંચ આરોપીઓને તાત્કાલિક અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text