માનગઢમાં અગરીયાઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

- text


હળવદ : હળવદ તાલુકાના માનગઢમાં અગરીયાઓના આરોગ્ય માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.મોરબી,હળવદ અને ટીકર(રણ)ના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં કેમ્પ યોજાયો હતો.આ કેમ્પનો 133 જેટલા વ્યક્તિઓએ લાભ લીધો હતો.

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા,હળવદ તાલુકા હેલ્થ ઓફિસ ટીકર(રણ) મોબાઈલ હેલ્થ યુનિટ અને અગરિયા હિતકારક મંચના સંયુક્ત ઉપક્રમે ગત તા.18ના રોજ માનગઢ સબસેન્ટર ખાતે અગરીયાઓના આરોગ્ય માટે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો.આ સર્વરોગ નિદાન કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન ડો.ધીરજમાળી(MD),ફિઝિશિયન ડો.ચેતન રાઠોડ,MBBS ડો.ભાવિન ભટ્ટી,બાળરોગ ડો.પૂજા એરવાડીયા તેમજ ચામડી,જનરલ રોગોના નિષ્ણાંત ડોક્ટરો અને મારૂતીસિંહ બી.બારૈયા મોરબી જિલ્લા કોડીનેટર,અગરિયા હિતકારક મંચ હાજર રહી સેવા આપી હતી.આ સર્વરોગ નિદાન કેમ્પમાં કુલ 133 જેટલા અગરિયા ભાઈઓ,બહેનો તથા બાળકોએ આરોગ્યની સેવાનો લાભ લીધો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text