લ્યો બોલો.. શનાળામાં ગેરેજમાં રહેલી કારનો ઉત્તરપ્રદેશમાં ટોલટેક્સ કપાયો!

- text


મોરબી : ટોલ ટેક્ષ કોન્ટ્રાક્ટરોના તંત્ર ટેક્નિકલ ભૂલના કારણે અવારનવાર છબરડા થતા હોવાના કિસ્સા બનતા હોય છે. અને આ ભૂલના શિકાર લોકો બને છે ત્યારે મોરબીના શનાળામાં ગેરેજમાં રહેલી કારનો ઉત્તરપ્રદેશમાં ટોલટેક્સ કપાતા તંત્રનો વધુ એક છબરડો સામે આવ્યો છે.

- text

મોરબીના રહીશ ગેડાની ધનજીભાઈ ગોરધનભાઈની કાર ગત તા. 17ના રોજ શનાળા ગામ ખાતે ગેરેજમાં પડેલી હતી. પરંતુ તંત્ર દ્વારા ટેક્નિકલ ભૂલ થવાથી ફાસ્ટેગ ટેક્નોલોજી મારફત રૂ. 100નો ટોલટેક્સ કપાઈ ગયો છે. જેની ઓનલાઇન પહોંચ થકી ઉત્તરપ્રદેશ રાજ્યના ઝાંસી જિલ્લાના સેમરી ટોલ પ્લાઝામાંથી ટોલટેક્સ કપાયો હોવાની જાણ થતા કારમાલિક અચરજ પામ્યા હતા. આમ, તંત્રની ભૂલનો ભોગ વાહનમાલિકો બની રહ્યા છે.

- text