સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. સેમ-5ના પરિણામમાં મોરબીની નવયુગ કોલેજનો દબદબો

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem-5નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી જિલ્લાના ટોપ 5માં નવયુગ મહિલા સાયન્સ કોલેજની 4 વિદ્યાર્થિનીઓ સ્થાન પામી હતી.તેમજ જિલ્લા ટોપ 15 માં 12 વિદ્યાર્થિનીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc.Sem 5ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉચ્ચત્તમ પરિણામ હાંસલ કર્યું હતું. મોરબી જિલ્લાના ટોપ 5 માં 4 વિદ્યાર્થિનીઓએ સ્થાન મેળવ્યું હતું.કોલેજમાં પ્રથમ ફેફર માનસી ૯૬.૪૪%,દ્વિતીય વસિયાણી રીના ૯૪.૮૯%,તૃતીય કોરડિયા નિધિ ૯૪.૬૭% અને ચતુર્થ પડસુંબીયા અંજલિ ૯૪.૦૦% મેળવી નવયુગ કોલેજની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેર્યું હતું.આ સિવાય જિલ્લા ટોપ 15 માં 12 વિદ્યાર્થિનીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.આવા અભૂતપૂર્વ રિઝલ્ટ બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ.વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text