મોરબીમાં સમૂહલગ્નમાં 60 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

- text


મોરબી : મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 દીકરીઓને પરણાવામાં આવી હતી.દર બે કલાકે 12 દીકરીઓના લગ્ન યોજાયા હતા.

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ,વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, શ્રીરામ યોગ કેન્દ્ર , ચિત્રા હનુમાનજી ધુન મંડળ તેમજ પી.જી. પટેલ, કોલેજ-મોરબી દ્વારા 60 દીકરીઓ માટે છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.સમૂહ લગ્નોત્સવ ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજ વાડી,શક્ત સનાળા,મોરબી ખાતે યોજાયા હતા. કોરોનાના નીતિ નિયમ મુજબ દર બે કલાકે 12 દીકરીઓના લગ્ન યોજાયા હતા. એક દિવસમાં 60 દીકરીઓના લગ્ન યોજાવામાં આવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text