મોરબી અને સુરેન્દ્રનગરમાં મોટર સાયકલ બઠાવતી ત્રિપુટી ઝડપાઇ : 8 બાઈક કબ્જે

- text


તાલુકા પોલીસ સ્ટાફે આરોપીઓ પાસેથી ૮ ચોરાઉ મોટર સાયકલ કબ્જે કર્યા

મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે આજે લાલપર ગામ નજીકથી મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મોટર સાયકલની ચોરી કરનાર ત્રિપુટીને ઝડપી લીધી હતી અને તાલુકા પોલીસ સ્ટાફે આરોપીઓ પાસેથી ૮ ચોરાઉ મોટર સાયકલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.એલ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ, સુરેશભાઇ હુંબલ તથા યોગીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ રવિરાજસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ સહિતના સ્ટાફે મોરબી તાલુકાના લાલપર ગામ નજીક સંતકૃપા અર્થમુવર્સ પાસે એક ડબલ સવારી બાઈકમાં નીકળેલા બે ઇસમોને ઝડપી ઇસમોની સધન પૂછપરછ કરતા સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ તથા સરોડી-દેવપરા માંથી તથા મોરબી જીલ્લામાં તાલુકા વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી કુલ-૦૯ મોટર સાયકલ ચોરી કરેલાની કબુલાત આપી હતી.

આથી પોલીસે આરોપીઓ મુકેશભાઇ ધુડાભાઇ ડાભી (ઉ.વ.૨૩, રહે. હાલ-લાલપર, સીસમ સિરામીક સામે, અજતા પ્લોટ, મોરબી) અને સેલાભાઇ રણછોડભાઇ ચાવડા (ઉ.વ.૩૧, રહે. હાલ માટેલ, કલાસીક કારખાનાના મજુરોની ઓરડીમાં,તા.વાંકાનેર) તથા રમેશભાઇ મેરાભાઇ પરમાર (ઉ.વ ૩૦, રહે. હાલ-એન્ટીક સિરામીકની મજુરોની ઓરડીમાં, લખધીરપુર રોડ, તા.જી.મોરબી) ને કુલ ૮ મોટર સાયકલ કિં.રૂ.૨,૪૫,૦૦૦ નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text