નવયુગ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ

- text


વેલેન્ટાઇન-ડેને બદલે બ્લેક ડે ઉજવ્યો              

મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલ – વિરપર ખાતે વેલેન્ટાઈન ડે કંઈક અલગ અંદાજમાં ઉજવાયો હતો. 11th કોમર્સના વિદ્યાર્થીઓએ પશ્ચિમી સંસ્કૃતિના વેલેન્ટાઇન ડે ઉજવવાને બદલે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ આ હુમલાના વિરોધમાં બ્લેક ડે ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દીકરીઓ દ્વારા માતા-પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતું ડ્રામા સોંગ રજૂ કરવામાં આવ્યું હતું. અને માતા-પિતાના આશીર્વાદ લઈ એવી પ્રતિજ્ઞા લેવામાં આવી કે “ભારતની ભવ્ય સંસ્કૃતિએ આપેલ માતૃ દેવો ભવ,પિતૃ દેવો ભવના વિચારને સાર્થક કરતા માતા-પિતા માટે અમે આદર્શ સંતાન બની રહેશું તેમજ તેમની લાગણીઓને ક્યારેય નહિ દૂભવીએ.”

- text

ભારતીય સંસ્કૃતિ પર પશ્ચિમી સંસ્કૃતિના પ્રહારો સામે વિદ્યાર્થીઓને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન હાથ ધરાયું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text