કેન્યામાં યોજાશે “સિરામિક્સ આફ્રિકા” ટ્રેડ શો, ભારતના 45 થી વધારે સિરામિક ઉદ્યોગો ભાગ લઇ રહ્યા છે

- text


  • રેડીકેલ કોમ્યુનિકેશનનું જાજરમાન આયોજન : ટ્રેડ શોમાં 5 હજારથી વધુ બિઝનેશ વિઝિટર્સ લેશે મુલાકાત 100 થી વધુ કંપનીઓ લેશે ભાગ.

  • મોરબીના સિરામિક ઉદ્યોગ માટે આફ્રિકામાં પોતાનો વ્યવસાય ફેલાવવાની સુવર્ણ તક 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગો માટે આફ્રિકામાં વિશાળ તકો ઉપલબ્ધ છે. જેનો લાભ અપાવવા માટે રેડીકલ કોમ્યુનિકેશન દ્વારા અને મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના સહયોગથી કેન્યામાં તારીખ 4-5-6- મેં 2022 ના રોજ “સિરામિક્સ આફ્રિકા” ટ્રેડ શોનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના 45 જેટલા સિરામિક ઉદ્યોગો ભાગ લઇ રહ્યા છે. જો તમે હજુ સુધી આ વૈશ્વિક કક્ષાના ટ્રેડ શોમાં ભાગ લેવાનું નક્કી નથી કર્યું તો એક વખત જરૂરથી વિચારી જુઓ.

આફ્રિકામાં સિરામિક ઉદ્યોગ માટે વિપુલ પ્રમાણમાં તક છે. અહીંના ઉદ્યોગો માટે આફ્રિકાએ લાલ જાજમ પાથરી છે. કેન્યા તેમજ તેની આજુબાજુના દેશોમાં કન્સ્ટ્રક્શન પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્યાં સિરામિક ઉદ્યોગો માટે મોટુ માર્કેટ ઉપલબ્ધ છે. ત્યારે આ તકનો લાભ સિરામિક ઉદ્યોગો સારી રીતે લઈ શકે તે માટે રેડીકેલ કોમ્યુનિકેશન દ્વારા કેન્યાના નૈરોબી શહેરમાં સિરામિક્સ આફ્રિકા ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

સીરામિક્સ આફ્રિકા શ્રેષ્ઠ ટ્રેડ શો છે. જેમાં ફ્લોર ટાઇલ્સ, વોલ ટાઇલ્સ, વિટ્રીફાઇડ ટાઇલ્સ, સેનેટરી ટાઇલ્સ, બાથવેર્સ, બાથ ફિટિંગ્સ સહિતની પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરતા તેમજ સેલિંગ કરતા એકમો એક મંચ ઉપર ભેગા થશે. આ ટ્રેડ શોમાં 5 હજારથી વધુ ફોક્સડ બિઝનેશ વિઝિટર્સ આવવાના છે. સાથે 100 થી વધુ કંપનીઓ આ ટ્રેડ શોમાં ભાગ લેવાની છે. અહીં ઇન્ડિયા અને અન્ય દેશો માટે ખાસ પેવેલિયન રાખવામાં આવશે. સાથે બીટુબી, બીટુસી અને એક્ઝીમ ઇન્કવાયરી માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મની સુવિધા પૂરી પાડવામાં આવશે.

- text

ટ્રેડ શોમાં યુરોપિયન દેશો, ઇજિપ્ત અને કેન્યાના બિઝનેસમેન પણ આ ટ્રેડ શોમાં હોંશભેર જોડાઈ રહ્યા છે. ભારતના 45 ઉદ્યોગો પણ આ ટ્રેડ શોમાં ભાગ લઇ રહ્યા છે. મોરબીના ઉદ્યોગો માટે ટ્રેડ શોમાં સ્પેશિયલ પ્રાઈઝ સાથેનું પેકેજ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. તો તેનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી.

એડ્રેસ : 402, ફોર્થ ફ્લોર, ઓપ્સન્ઝ કોમ્પ6, આઇડીએફસી બેંક સામે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત,

મો.નં. 9925002077
મો.નં. 9099091044
[email protected]
www.ceramicsafrica.com

- text