લાલપર ગામે રસ્તો ઓળંગતા વૃધ્ધાને બાઈક ચાલકે હડફેટે લીધા

- text


મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામે રસ્તો ઓળંગી રહેલા વૃધ્ધાને બાઈક ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાંકાઠે યોગીનગરમાં રહેતા મુકતાબેન નરસીભાઈ લખતરિયા નામના વૃધ્ધા મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક રસ્તો ઓળંગતા હતા ત્યારે મોટર સાઇકલનાં નંબર GJ-03-RR-3133ના ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી અકસ્માત સ્થળે બાઈક મૂકી નાસી ગયો હતો.

- text

આ અકસ્માતની ઘટના અંગે મુક્તાબેનના પુત્ર ભાવેશભાઇ નરશીભાઇ લખતરીયાએ બાઈક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text