મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં ગંદકીના ગંજ ખડકાયા

- text


નગરપાલિકા તંત્ર સફાઈ પ્રશ્ને સદંતર નિષફળ નીવડ્યું : સફાઈના અભાવે ઉકરડાના ગંજ જામતા રોગચાળાનો ભય

મોરબી : મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર પમાં આવેલ ગ્રીનચોક વિસ્તારની અનેક શેરીઓમાં સફાઈના અભાવે ગંદકીના ગંજ ખડકાયા છે. આ શેરીઓમાં ઠેરઠેર ઉકરડાના થર જામતા માખી મચ્છરનો ભયાનક ઉપદ્રવ થતો હોવાથી રોગચાળાનું જોખમ ઉભું થયું છે. આમ છતાં તંત્ર અને સ્થાનિક નગરસેવકો પણ કુંભકર્ણની ઉંઘમાં ઘારોડતા હોવાથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે,અશોકભાઈ ખરચરિયા , જીજ્ઞેશભાઈ પંડ્યા, મુસાભાઈ બ્લોચ અને જગદીશભાઈ બાંભણીયાએ મુખ્યમંત્રી અને રાજયમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબીના વોર્ડ નંબર-5માં આવેલ ગૌરાંગ શેરી, પારેખ શેરી, પખાલી શેરી, ખોખાણી શેરી, કંસારા શેરી સહિતની અનેક નાની માટી શેરીઓમાં ઘણા સમયથી ગંદકીનો રાફડો ફાટ્યો છે. છેલ્લા એક માસથી નિયમિત સફાઈ ન થતી હોવાને કારણે આ શેરીઓમાં ગંદકીના ગંજ ખડકાયા છે. કચરાના ગંજ અને ગટરની ગંદકીમાં જીવતો અને મચ્છરનો ઉપદ્રવ વધી ગયો હોવાથી રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આ બાબતે તંત્રને અનેક વખત રજુઆત કરી હોવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. ઉપરાંત સ્થાનિક નગરસેવકો પણ આ ગંભીર સમસ્યા સામે અનદેખી કરે છે. તેથી ગંદકીની સમસ્યા વકરી છે. આથી આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરી છે.

- text

- text