મોરબીમાં ઘર વપરાશના ગેસ બિલમાં જી.એસ.ટી. દર દર્શાવો

- text


જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની ગુજરાત ગેસ કંપનીને રજુઆત

મોરબી : ઘર વપરાશના ગેસ બીલમાં જીએસટી દર દર્શાવવામાં આવતો ન હોવાથી મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ગુજરાત ગેસ કંપનીને રજુઆત કરી ઘર વપરાશના ગેસ બેલમાં જીએસટી દર દર્શાવવાની માંગ કરી છે.

- text

મોરબી શહેર તથા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ઘર વપરાશ ગેસ પૂરો પાડવામાં આવે છે. જે બિલ દર બે માટે આપવામાં આવે છે, જે બિલ આપવામાં આવે છે તેમાં ગેસ વપરાશના ફક્ત યુનિટ જણાવવામાં આવે છે. તેની સાથે G.E.B.ની જેમ યુનિટ નો ભાવ તેમજ GST નો દર દર્શાવવામાં આવતો નથી. જેથી ગેસ વપસશ કરનાર ગ્રાહક ને કેમ ખબર પડે કે એક યુનિટ ગેસ વપરાશનો ભાવ કેટલો છે. ગ્રાહકો ગેસ ના ભાવ જાણી શકે તે માટે ગુજરાત ગેસ લિ. બિલમાં એક યુનિટના ભાવ તેમજ GSTની ટકાવારી બિલમાં સામેલ કરવા મોરબી જિલ્લા (ગ્રામ્ય) ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રેવાલાલ પરેચા તથા મહામંત્રી ભાણજીભાઈ આદ્રોજાએ માંગણી ઉઠાવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text