મોરબીમાં કાલે ગુરુવારે સમૂહલગ્નમાં 60 યુગલો લગનગ્રંથિથી જોડાશે

- text


મોરબી : મોરબીમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી 60 દીકરીઓ માટે છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.કોરોના ગાઇડલાઇનને અનુસરી દર 2 કલાકે 12 દીકરીઓના લગ્ન યોજાશે.

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ,વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી,શ્રીરામ યોગ કેન્દ્ર,ચિત્રા હનુમાનજી ધુન મંડળ તેમજ પી.જી.પટેલ, કોલેજ-મોરબી દ્વારા 60 દીકરીઓ માટે છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.સમૂહ લગ્નોત્સવ આગામી તા.૧૭ને ગુરુવારના રોજ ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજ વાડી,શક્ત સનાળા, મોરબી ખાતે યોજાશે.કોરોનાના નીતિ નિયમ મુજબ દર બે કલાકે 12 દીકરીઓના લગ્ન યોજાશે એક દિવસમાં 60 દીકરીઓના લગ્ન યોજાશે તેમજ સવારે 9.30 કલાકે સત્કાર સમારંભ યોજાશે.તેવું વાત્સલય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો.પરેશ પારીઆએ યાદીમાં જણાવેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text