મોરબી રેલવે સ્ટેશન નજીકથી દેશી રિવોલ્વર સાથે એક ઝડપી લેતી ટીમ એસઓજી

- text


મૂળ અમરાપર ગામના શખ્સના કબ્જામાંથી 10 હજારનું હથિયાર કબ્જે લેવાયું

મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમ દ્વારા નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશનના ગેટ સામેથી યમુનાનગરમાં રહેતા મૂળ અમરાપર ગામના શખ્સને 10 હજારની કિંમતની દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી લઈ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

મોરબી એસઓજી પીઆઇ જે.એમ.આલ, પીએસઆઇ પી.જી.પનારા તથા એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો.હેડ.કોન્સ. શેખાભાઇ મોરી તથા પો.કોન્સ ભાવેશભાઇ મીયાત્રાને મળેલ ચોકકસ બાતમીને આધારે નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશન ગેટ પાસેથી આરોપી અલ્પેશ ઉર્ફે કાનો ચંદુભાઇ રૂદાતલા, ઉ.વ.22 ધંધો- ડ્રાઇવીંગ રહે. મોરબી યમુનાનગર મુળ અમરાપર વાળાને દેશી બનાવટની રીવોલ્વર કિંમત રૂપિયા 10 હજાર સાથે ઝડપી લીધો હતો.

વધુમાં એસઓજી ટીમે આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી આરોપી અલ્પેશ ઉર્ફે કાનો ચંદુભાઇ રૂદાતલાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસને સોંપી આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.

- text

આ કામગીરી એસઓજી સ્ટાફના પોલીસ હેડ.કોન્સ. શેખાભાઇ મોરી, રસિકભાઇ કડીવાર,સબળસિહ સોલંકી,મહાવીરસિંહ પરમાર,મુકેશભાઇ જોગરાજીયા, પોલીસ કોન્સ્ટેબલ સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા તથા ડ્રા.પો.કોન્સ સંદીપભાઇ માવલાનએ કરેલ હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text