મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ દારૂ બિયર સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી નજીકથી બે શખ્સોને બાઈક ઉપર દારૂ – બિયરની હેરફેર કરતા ઝડપી લઇ રૂપિયા 16,320નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમે ગઈકાલે મહેન્દ્રનગર ચોકડી નજીકથી બજાજ પલ્સર મોટર સાયકલ લઈને નીકળેલા પ્રવિણભાઇ ટપુભાઇ રાઠોડ, રહે.હાલ વેજીટેબલ રોડ ઉમાસ્કુલની સામે મોરબી મુળ રહે.લીલાપર અને મનોજભાઇ પ્રવિણભાઇ મકવાણા, રહે.ખાખરેચી દરવાજા હનુમાનજીના મંદિર વાળી શેરી મોરબી મુળ રહે.ગુંગણ વાળના કબ્જામાંથી રોયલ ચેલેન્જ કલાસિક પ્રિમિયમ વ્હિસ્કીની બોટલ નંગ-1 કિં.રૂ.520 તથા કિંગફિશર સુપરસ્ટ્રોંગ પ્રિમયમ બીયર ટીન નંગ-8 કિંમત રૂપિયા 800 તેમજ મોટર સાયકલ કિંમત રૂપિયા 15,000 મળી આરોપીઓ પાસેથી 16,320નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text