મોરબીની નવયુગ કોલેજમાં શ્રમિકોના બાળકોએ જ્ઞાન સાથે ગમ્મતની મોજ માણી

- text


કોલેજ દ્વારા વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરાઈ

મોરબી : મોરબીની નવયુગ બી.બી.એ. કોલેજ દ્વારા વેલેન્ટાઈન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રમિકોના બાળકોએ કોલેજમાં જ્ઞાન સાથે ગમ્મતની મોજ માણી હતી.

મોરબીમાં નવયુગ બી.બી.એ. કોલેજ દ્વારા તારીખ 14 ફેબ્રુઆરી, 2022ના રોજ વેલેન્ટાઈન ડેને વાત્સલ્ય દિવસ તરીકે વિદ્યાર્થીઓએ ઉજવ્યો હતો. જેમાં આજુબાજુમાં આવેલા કારખાનામાં કામ કરતા શ્રમિકોના બાળકો એક દિવસના નવયુગ કોલેજના મહેમાન બન્યા તેમજ જ્ઞાન સાથે ગમ્મત લેતા આશરે 20 વિદ્યાર્થીઓએ આનંદ માણ્યો હતો.

દરેક બાળકોએ નવયુગ શૈક્ષણિક સંકુલની અંદર હીચકા, લપસ્યા, રાઇડમાં બેસીને બાળપણનો આનંદ ઉઠાવ્યો હતો તેમજ જ્ઞાન સાથે ગમ્મતના એક-એક પિરિયડનો પણ આનંદ માણ્યો હતો. અને બાળકોએ પોતાના મનપસંદ પૌષ્ટિક આહારનો સ્વાદ માણ્યો તેમજ દરેક બાળકોને નવયુગ બી.બી.એ કોલેજ દ્વારા શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી.

નવયુગ બી.બી.એ. કોલેજ દ્વારા વાત્સલ્ય દિનની ઉજવણી નવયુગ કોલેજના પ્રમુખ પી.ડી કાંજિયા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડો. હિરેન મહેતા, પ્રો. ભાવેશ ચોલેરા, પ્રો. અંજનાબેન ભોરણીયા, પ્રો. જાનકીબેન કાલાવડીયા, પ્રો. દિવ્યાબેન નાડા, પારુલબેન પટેલ, શ્રદ્ધાબેન મોરડીયા, એડમીન વિભાગમાંથી એડમીન હેડ શક્તિભાઈ જોશી અને સિનિયર ક્લાર્ક સતિષભાઈ ગઢવી તેમજ નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text