રિક્ષાની સાઈડ કાપતા બાઈકચાલકને માર પડ્યો

- text


માટેલ રોડ ઉપર અમરધામ નજીક બનેલી ઘટના

વાંકાનેર : વાંકાનેરના માટેલ રોડ ઉપર અમરધામ નજીક બાઈક ચાલકે રિક્ષાની સાઈડ કાપી મોટર સાયકલ વળાંક વાળતા ઉશ્કેરાયેલા રીક્ષા ચાલકે બાઈક ચાલકને લોખંડના પાઇપ વડે માર મારી માથું ફાડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના નવા ઢુંવા ગામે રહેતો ગોપાલભાઇ જીવાભાઇ ડાભી બાઈક લઈને માટેલ રોડ ઉપર જતો હતો ત્યારે સીએનજી રીક્ષા નંબર જીજે-36-યુ-5244ની સાઈડ કાપી હતી અને વળવું હોવાથી બાઈક વળાંક વાળતા રીક્ષા ચાલકને બ્રેક મારવી પડતા સારું લાગ્યું ન હતું.

- text

જેથી માટેલના રીક્ષા ચાલક વીજય દીનેશ વીજવાડીયાએ ફરિયાદી બાઈક ચાલક ગોપાલ ડાભીને ગાળો આપી પાઇપ વડે હાથમાં, પગમાં અને માથામાં ઇજાઓ પહોંચાડતા પોલીસે ગોપાલની ફરિયાદના આધારે રીક્ષા ચાલક વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૨૪,૩૨૩, ૫૦૪, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text