વાંકાનેરમાં યુવાનને બાઈક પાર્ક કરવા મુદ્દે લાકડી ફટકારાઈ

- text


દરબારગઢ વાળી શેરીમાં બનેલા બનાવમાં યુવાનને કપાળમાં સાત ટાંકા આવ્યા

વાંકાનેર : વાંકાનેરમાં દરબારગઢ વાળી શેરીમાં હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયેલા યુવાનને એક શખ્સે બાઈક અહીં કેમ પાર્ક કર્યું કહી કપાળમાં લાકડીનો ઘા ફટકારી દેતા યુવાનને સાત ટાકા લેવા પડયા હતા. આ ઘટના અંગે યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરમાં દરબારગઢ નજીક અપ્સરા શેરીમાં રહેતા ધનશ્યામભાઇ કનૈયાલાલ દંગી દરબારગઢ વાળી શેરીમાં આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે મંદિર નજીક બાઈક પાર્ક કરતા અનિરૂધ્ધસિંહ ઉર્ફે લાલભા ગંભીરસિંહ ઝાલા નામનો ઈસમ આવ્યો હતો અને અહીં બાઈક કેમ પાર્ક કર્યું બાઈક લઈ લે તેમ જણાવ્યુ હતું.

- text

જેથી ફરિયાદી ધનશ્યામભાઇ કનૈયાલાલ દંગીએ દર્શન કરીને હું જતો રહીશ તેમ કહેતા જ અનિરુદ્ધસિંહ ઉર્ફે લાલભા ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો ભાંડી ઘનશ્યામભાઈને કપાળમાં લાકડીનો ઘા ફટકારી દેતા કપાળમાં સાત ટાકા લેવા પડયા હતા.

બનાવ અંગે ઘનશ્યામભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સિટી પોલીસે અનિરુદ્ધસિંહ ઉર્ફે લાલભા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text